HomeLifestyleઅમેરિકાના પ્રમુખપદના ડેમોક્રેટીક ઉમેદવાર બિડેન પ્રાઇમરીમાં આગળ

અમેરિકાના પ્રમુખપદના ડેમોક્રેટીક ઉમેદવાર બિડેન પ્રાઇમરીમાં આગળ

પ્રાઇમરીઝમાં અમેરિકાના પ્રમુખપદની ડેમોક્રેટિક ઉમેદવાર જોઇ બિડેનને ત્રણ મહત્તવના એન્ડોર્સમેન્ટ મળી જતાં પ્રમુખપદનો તેમનો દાવો મજબૂત બની રહ્યો હતો.અમેરિકાના પૂર્વ ઉપ-પ્રમુખ બિડેન 2020માં વ્હાઇટહાઉસમાં સત્તા મેળવવા ટ્રમ્પને પડકારી રહ્યા છે.

દરમિયાન તેમને એ વખતે વધુ શક્તિ મળી હતી જ્યારે સેનેટર એમી ક્લોબુચર અને ઇન્ડિયાનાના પૂર્વ મેયર પીટ બુટીંગે  પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં તેમણે પણ બિડેનને ટેકો જાહેર કર્યો હતો.

ત્રીજી નવેમ્બરે યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં 77 વર્ષના બિડેને ટ્રમ્પ સામે પડકાર ઊભો કર્યો હતો. યુએસ કોંગ્રેસના પૂર્વ સભ્ય બીટો ઓ રૂરકે તો ગયા નવેમ્બરમાં જ રેસમાંથી ખસી ગયા હતા અને તેમણે પણ આજે બિડેનને ટેકો જાહેર કર્યો હતો.

ડેમોક્રેટીક મવાળપંથીઓ પક્ષના નેતાઓને તત્કાળ સંગઠીત થવા અને વેરમોન્ટના સેનેટર બર્ની સેન્ડર્સને પોતાની ઉમેદવારી પાછી ખેંચવા સમજવવા પ્રયાસો કરી રહ્યા હતા.

હવે બિજેનના બે મુખ્ય હરિફો જ મદાનમાં રહ્યા છે. 78 વર્ષન સેન્ડર્સ જે યુવા ડેમોક્રેટ્સમાં ખૂબ જ લોકપ્રિય છે તે અને ન્યુયોર્કના 78 વર્ષના પૂર્વ મેયર મિકાઇલ બ્લુમબર્ગ નો સમાવેશ થાય છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં રેસમાં દાખલ થયેલા 78 વર્ષના બ્લુમબર્ગ પોતાના ખિસ્સામાંથી લાખો ડોલરનો ખર્ચ કરી રહ્યા છે. પરિણામે જેઓ જ ડેમોક્રેટિક પક્ષના સત્તાવાર ઉમેદવાર બને એવું મનાય છે.

આજે આલ્બામા,આરકાન્સ,કેલિફોર્નિયા,કોલોરોડો,મેઇની,માસાસ્યુસેટ્સ, મિનેસોટા,નોર્થ કેરોલિના, ઓખલાહોમાં, ટેનેસીઝ, ટેક્સાસ, ઉટાહ, વેરમોન્ટ અને વર્જીનિયા સહિત પંદર રાજ્યોમાં પ્રાઇમરીઝની ચૂંટણી હાથ ધરાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments