ઉનાળો (Summer) શરૂ થવાની તૈયારીમાં છે. ઉનાળો શરૂ થવાની સાથે સાથે ફળોના
રાજા કેરીનું પણ આગમન થાય છે. લોકો ઉનાળામાં અલગ અલગ કેરીના અલગ અલગ અથાણાં
(Mango pickle) પણ નબાવતા હોય છે. પરંતુ મોટાભાગે અથાણું પડ્યુ પડ્યુ ખરાબ
થઈ જાય છે. તો જાણો આ ટિપ્સ અને બનાવો લાંબા સમય સુધી તાજુ રહે તેવુ
અથાણું. (Recipes)
જમવામાં કંઈ પણ બનાવ્યું હોય, લગભગ દરેકના ઘરમાં સાથે અથાણું પીરસવામાં
આવતું હોય છે. કેરીનું અથાણું તો ઉનાળામાં હવે દરેકના ઘરમાં મળશે, પરંતુ
શું તમે જાણો છો કે અથાણાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે શું જરૂરી છે?
આ ટિપ્સ અજમાવો
- લીંબૂનુ અથાણુ નાખતી વખતે તેમા થોડી દળેલી ખાંડ છાંટી દેશો તો મીઠાના દાણા નહી પડે અને તેનો સ્વાદ પણ વધી જશે. અથાણાનો સ્વાદ તાજો રહેશે.
- કેરીનુ અથાણુ બનાવતી વખતે ફાંકમાં મીઠુ-હળદર લગાવતી વખતે તેના પર 1-2 ચમચી દળેલી ખાંડ ભભરાવી દેવાથી બધી ફાંકો પાણી છોડશે અને અથાણાંનો રંગ પણ સરસ આવશે.
- કેરીના ગળ્યા અથાણામાં થોડો આદુનો રસ મિક્સ કરી દેવાથી આ વધુ ટેસ્ટી અને ચટપટુ બનશે.
- લીંબૂનુ અથાણું જો ખરાબ થવા માંડે તો તેને કોઈ વાસણમાં કાઢીને લીંબૂના ફૂલ નાખીને પકાવી લો. અથાણુ ફરીથી નવુ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ પહેલા જેવો જ લાગશે.
- આખુ કેરીનુ અથાણું, અનાનસનુ અથાણું, મિક્સ વેજ અથાણું, ગળી કેરીના અથાણામાં આખી રાઈ નાખવાથી તેનો સ્વાદ અને રંગ બંને વધી જાય છે.
- અથાણું સ્વાદિષ્ટ બને અને તેનો રંગ પણ એવો દેખાય કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. આ માટે અથાણાના મસાલામાં સરસિયાનું તેલ ગરમ કર્યા વગર જ નાખી દો.
- કાકડી, ગાજર અને મરચાના અથાણામાં લીંબૂના ફુલ, ખાંડ અને મીઠુ નાખીને બનાવવાથી તેનો સ્વાદ વધી જશે.