ગુજરાત રાજય પશુ પાલન ખાતું, જીલ્લા પંચાયત સુરત અને ઉમરપાડા તાલુકા પંચાયતનાં સહયોગથી પશુપાલન શિબિરનું આયોજન થયું હતું. ઉપરોકત શિબિરનું ઉદ્ધાટન સુરત જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિનાં અધ્યક્ષ સામસિંગભાઈ વસવાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ સમારંભનાં પ્રમુખ પદ ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જયારે મુખ્ય મહેમાન પદે સુમુલ ડેરીનાં વાઇસ ચેરમેન રિતેશ વસાવા તેમજ જીલ્લા પંચાયત સભ્ય ઇન્દુબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોકત શિબિરમાં સામસિંગભાઇ વસાવા તેમજ રિતેશભાઇ વસાવાએ પ્રસંગ અનુરૂપ પશુ પાલકોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ પશુ પાલન વિભાગ તજજ્ઞો અને પશુ ચિકિત્સક અધિકારીએ પશુ માવજત, સારવાર, દુધ ઉત્પાદન વગેરે મુદ્દે વિસ્તૃત તાલીમ આપી હતી. આ શિબિરમાં ભાજપ તાલુકા સંગઠનનાં મહામંત્રી અર્જુનભાઈ વસાવા, પ્રમુખ વાલજીભાઇ વસાવા તેમજ સરપંચ દુધ મંડળીનાં પ્રમુખ વગેરે સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉમરપાડાનાં વડગામમાં તાલુકા કક્ષાની પશુ પાલન તાલીમ શિબિર યોજાઈ.
RELATED ARTICLES