શું તમે ખોરાકમાં કાચી ડુંગળી ખાઓ છો. જો તમારો જવાબ હા છે તો તમારા માટે
સારા સમાચાર છે. ડુંગળી અનેક રોગોમાં ઔષધીનું કામ કરે છે. જે લોકો ડુંગળી
ખાય છે પરંતુ ખોરાકમાં કાચી ડુંગળી નથી ખાતા તેમણે પણ આ પ્રયોગ કરવા જેવો
છે. મોટાભાગના લોકો ડુંગળીના ગુણકારી ફાયદાઓથી વાકેફ છે પરંતુ ઘણા લોકો
નહીં જાણતા હોય કે ડુંગળીનું સેવન કરવાથી અનેક રોગ વેત છેટા રહે છે.
1 કાચી ડુંગળીમાં અનેક ઔષધીય ગુણો છે. ખોરાકમાં કાચી ડુંગળી ખાવાથી હાઇ બ્લડ શ્યુગરથી લઈને અને હાર્ટ એટેક જેવી બીમારીઓ દુર રહે છે.
2 ફક્ત એટલું જ નહીં પરંતુ ડુંગળી સ્કીન માટે પણ ગુણકારી છે. સલાડ સાથે કાચી ડુંગળી ખાવાથી શરીરમાં કેંસરના સેલ વિકસતા નથી.
3
ડુંગળી પર થયેલા સંશોધનમાં આ વાત સામે આવી છે કે ડુંગળી ખાનારા લોકોને
હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ ઓછું છે. ડુંગળમાં લોહીને પાતળું રાખવાની તાકાત
છે જેના કારણે હ્યદય રોગનું જોખમ રહેતું નથી.
4 ડુંગળીમાં સ્લફરની માત્રા હોય છે જેના કારણે તે બ્લડ
શુગરને કાબૂમાં રાખે છે. ઉપરાંત ડુંગળીમાં વિટામીન સી અને પોટેશિયમની
માત્રા પણ હોય છે જે સ્કિન માટે ખૂબ ઉપયોગી છે જ્યારે આંખો માટે પણ ગુણકારી
છે.
5 ડુંગળીથી આંખોની રોશની મજબૂત થાય છે. કાચી ડુંગળીનું
સેવન કરવાથી ગ્લૂટેથિયોન બને છે જે આંખનું પ્રોટીન છે. આ પ્રોટીન આંખોને
સ્વસ્થ રાખે છે.