કિશોરોને પર્યાપ્ત ઊંઘ મળવાથી તેઓ સામાજિક તણાવનો સારી રીતે સામનો કરી શકે છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને ફોર્ડહેમ યુનિવર્સિટીના સંશોધકોએ આ દાવો કર્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પર્યાપ્ત અને સારી ઊંઘ કિશોરોને ન માત્ર તણાવનો સામનો કરી શકશે પરંતુ સામાજિક ભેદભાવનો સામનો કરવામા પણ મદદ કરે છે. તે ઉપરાંત કોઈ પણ મુશ્કેલી પડે તો મિત્રોનો સહકાર પણ સરળતાથી મળી જાય છે.
મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર યિજિહે વાંગના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં સંશોધકોને જાણવા મળ્યું કે, કિશોરોને સામાજિક પડકારોનો સામનો કરવામાં ઊંઘની ભૂમિકા શું છે અને એ પણ સ્પષ્ટ થયું કે, હાઇ સ્કૂલ અને કોલેજમાં તેનો કેટલો તફાવત છે.
હાઈ સ્કૂલમાં તણાવ વધે છે
વાંગના સહયોગી ટિફિની યિપના જણાવ્યા પ્રમાણે, બાળકો અને પુખ્ત વયની સરખામણી
હાઈ સ્કૂલ વિદ્યાર્થીઓ ઓછી ઊંઘ લેતા હોવાની વાત સામે આવી. તેનું કારણ
તેમનું વ્યસ્ત શિડ્યુલ છે, જેમાં સવારે વહેલા ઉઠીને સ્કૂલે જવાથી લઈને
ભણવાની ચિંતા, વધતી ઉંમરમાં થઈ રહેલા ફેરફાર છે. કિશોરોનું સામાજિક વર્તુળ
હાઇ સ્કૂલથી વધવાનું શરૂ થાય છે, જે તણાવમાં પણ વધારો કરે છે. અમારા
રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, શું સારી ઊંઘ લેવાથી કિશોરો માનસિક રીતે
કિશોરો ભેદભાવનો સામનો કરવા માટે માનસિક રીતે એટલા મજબૂત બનવા માટે સક્ષમ
છે કે નહીં. અમને જોવા મળ્યું કે, જ્યારે કિશોરો સાથે ભેદભાવ રાખવામાં
આવ્યો હતો, તો તેઓ ઓછી ઊંઘ લેતા. પરંતુ જો તેઓ સારી રીતે ઊંઘ મળે તો તેઓ
તેમની સાથે થતા ભેદભાવનો સામનો સારી રીતે કરી શકે છે કેમ કે, પૂરતી ઊંઘ
તેમની માનસિક સ્થિતિમાં સુધારો કરે છે.
સહભાગીઓની પ્રવૃતિ પર ધ્યાન રાખવામાં આવ્યું
રિસર્ચમાં સહભાગીઓને એક્ટિગ્રાફીને ઘડિયાળ પહેરાવીને અને બે સપ્તાહ સુધી
દરરોજ એક મિનિટ સુધી તેમની શારીરિક પ્રવૃતિઓને ટ્રેક કરવામા આવી. તણાવનો
સામનો કેવી રીતે કર્યો તે વિશે તમામ વિદ્યાર્થીઓને રાત્રે સૂતા પહેલા તેમના
અનુભવો લખવા માટે કહેવામા આવ્યું હતું. સંશોધકોને જોવા મળ્યું કે, તણાવની
સ્થિતિમાં વિદ્યાર્થીઓના મિત્રોએ તેમને વધારે ટેકો આપ્યો હતો.
તેનો અર્થ એ નથી કે માતા-પિતા બાળકોને તણાવ દૂર કરવામાં મદદ નથી કરતાં. બાળકોની ઊંઘ અને સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરવામાં માતાપિતાની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે, કારણ કે તેઓ બાળકોને પૂરતી ઊંઘ મળે તેની કાળજી રાખે છે.