HomeFashionગુજરાતમાં આવેલી આ જગ્યા ‘ભારતના જુરાસિક પાર્ક’ તરીકે ઓળખાય છે, શું તમે...

ગુજરાતમાં આવેલી આ જગ્યા ‘ભારતના જુરાસિક પાર્ક’ તરીકે ઓળખાય છે, શું તમે જોઈ?

કોણાર્ક રતન, બાલાસિનોર: ગુજરાતમાં ઘણી જગ્યાઓ જોવાલાયક છે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં લોકો હજુ સુધી ગયા નથી. ગુજરાતના બાલાસિનોરમાં આવેલો છે Dinosaur Fossil Park (ડાયનોસોર ફોસિલ પાર્ક) કે જેને ભારતના ‘જુરાસિક પાર્ક’ તરીકે ઓળખવામાં આવે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોગુજરાતના મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા આ ડાયનોસોર ફોસિલ પાર્કમાં મ્યુઝિયમ પણ છે. આ ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજુ ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ છે.વર્ષ 1980-81માં બાલાસિનોર પાસેના રૈયોલી ગામમાં ડાયનોસોરના હાડકા અને અવશેષ મળી આવ્યા હતા. ત્યારબાદ અહીં રિસર્ચ કરતા લોકો અને પુરાતત્વવિદ સંશોધન કરવા માટે આવી પહોંચ્યા હતા.અહીં ખોદકામ કરતા જાણવા મળ્યું કે આશરે 66 મિલિયન વર્ષ પહેલા અહીં 13 કરતા વધારે ડાયાનોસોરની પ્રજાતિઓ પેદા થઈ હતી.અહીં ડાયનોસોરના અવશેષરૂપે ઈંડા અને અન્ય ચીજવસ્તુઓ ફ્રીઝ કરીને આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પાર્કની સાથે-સાથે આધુનિક ટેક્નોલોજીની મદદથી 10 મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ડાયનોસોરનો ઈતિહાસ જાણવા મળે છે.Dinosaur Fossil Park (ડાયનોસોર ફોસિલ પાર્ક) અમદાવાદથી આશરે 103 કિલોમીટર દૂર આવેલો છે. અહીં પહોંચવા માટે આશરે અઢી કલાકનો સમય લાગે છે.મિત્રો અથવા પરિવાર સાથે ફરવા જવા માટેની આ બેસ્ટ જગ્યા છે. આ પાર્કમાં વધુ સમજણ માટે ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments