મહિલાઓની સુરક્ષાને વધારવા માટે વારાણસીના એક યુવાનએ એક નવી શોધ કરી છે. શ્યામ ચૌરસિયા નામના વ્યક્તિએ એવા ઝુમર તૈયાર કર્યા છે જેમાંથી મરચાંની બનેલી ગોળી છુટે છે. વારાણસીના શ્યામએ તેને બનાવ્યા છે. આ અંગે તેણે જણાવ્યાનુસાર આ ઝુમર કાનમાં પહેર્યા બાદ યુવતીઓની સુરક્ષા વધી જશે. આ ઝુમખા મહિલાઓ સાથે છેડતી કરનારને ભાગવા પર મજબૂર કરી દેશે.
કેવી રીતે કામ કરે છે સ્માર્ટ ઝુમખું
આ ઝુમખા લોફરોને રોકવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેમાંથી મરચાંની ગોળીઓ નીકળે છે. શ્યામએ જણાવ્યાનુસાર આ ઝુમખા એક પ્રકારના ઈવ ટીચિંગ ડિવાઈસ છે. જે મહિલાઓના કાનના ઝુમખા જેવું દેખાય છે.
આ સ્માર્ટ ઈયરિંગમાં ગનની જેમ અવાજ સાથે ગોળી ચલાવે છે. આ ગોળી મરચાંની બનેલી હોય છે. ઝુમખામાં ફીટ બટન દબાવતાંની સાથે જ તેમાંથી ફાયરિંગ થાય છે અને યુવતીની છેડતી કરનાર યુવક પર વરસી પડે છે.
આ ડિવાઈસની ખાસિયત એ પણ છે કે તે 100 અને 112 પણ ડાયલ કરી શકે છે. એટલે કે બટન દબાવતાની સાથે છેડતી કરનારથી રક્ષણ પણ થશે અને પોલીસને જાણ પણ થઈ જશે. આ ઈયરિંગને મોબાઈલ પર બ્લૂટૂથથી અટેચ પણ કરી શકાય છે.
આ ઈયરિંગનું વજન 45 ગ્રામ છે અને લંબાઈ 3 ઈંચ છે. તેને તૈયાર કરવામાં 450 રુપિયા ખર્ચ થાય છે. તેમાં 70 વોલ્ટની બેટ્રી અને 2 સ્વિચ છે. પહેલી સ્વિચ ગન ટ્રીગર છે અને બીજી સ્વિચ 100 નંબર ડાયલ કરવાની સ્વિચ છે.