ભારતીય પુરુષ હોકી ટીમ વર્લ્ડ
રેંકિંગના નવા ટેબલમાં એક સ્થાન ઊપર ચડીને ચોથા સ્થાન પર પહોંચી ગઈ છે જે
તેની 2003માં FIH વર્લ્ડ રેંકિંગ શરૂ થયાં બાદ સર્વોચ્ચ રેંકિંગ છે. FIH
હોકી પ્રો લીગના પહેલા ત્રણ દૌરમાં શાનદાર ફોર્મથી ભારત પાંચમાં સ્થાનથી
ચોથા સ્થાને પહોંચવામાં સફળ રહ્યું.
ભારત
આગળ વધવાથઈ ઓલંપિક ચેમ્પિયન અર્જેન્ટના એક સ્થાન નીચ પાંચમાં સ્થાને
પહોંચી ગયું છે. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સર્વોચ્ચ સ્થાને છે. તે બાદ
ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડનો નંબર આવે છે. જર્મની અને ઈંગ્લેન્ડ ક્રમશ:
છઠ્ઠા અને સાતમાં સ્થાને છે જ્યારે ન્યૂઝિલેન્ડ આઠમાં સ્થાન પર છે.