HomeFashionમનાલીમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ઈગ્લુ ઘર, જાણો તેનું...

મનાલીમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ઈગ્લુ ઘર, જાણો તેનું ભાડું

હિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન મનાલીમાં લોકો એકબીજા પર બરફ ફેંકવાની મજા માણતા હોય છે. ત્યારે હવે પર્યટકો માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની રહ્યા છે ઈગ્લુ ઘર કે જેની અંદર પર્યટકો એસ્કિમો બનીને રહી શકે છે. જ્યાં ભારે બરફવર્ષા થતી હોય ત્યાં ઈગ્લુ ઘર તૈયાર કરવામાં આવતા હોય છે અને તેની અંદર રહેતા લોકોને એસ્કિમો તરીકે ઓળખવામાં આવે છે. બહાર ગમે તેટલી ઠંડી હોય તેમ છતાં ઈગ્લુની અંદર ગરમાવો મળતો હોય છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોહિમાચલ પ્રદેશના પ્રખ્યાત હિલ સ્ટેશન મનાલીથી આશરે 15 કિલોમીટર દૂર 9000 ફૂટની ઊંચાઈ પર સ્થિત હમતા નામની જગ્યાએ આશરે 4 વર્ષ પહેલા ઈગ્લુ ઘર તૈયાર કરાયા હતા. હવે આ ઈગ્લુ એટલા લોકપ્રિય થઈ ગયા છે કે શિયાળાની આખી સિઝન દરમિયાન તેમાં પર્યટકોનો ધસારો જોવા મળે છે.સ્થાનિકના રિપોર્ટ અનુસાર માત્ર યુટ્યુબ વિડીયો જોઈને આ ઈગ્લુ ઘર તૈયાર કરવામાં આવ્યા છે. પર્યટકો આ ઈગ્લુમાં પ્રવેશતા જ ચોંકી જાય છે કારણકે તેમાં અંદર ગરમાવો અનુભવાય છે. અહીં ડિસેમ્બરમાં બુકિંગ શરૂ કરવામાં આવે છે અને માર્ચ સુધી પર્યટકો આવતા રહેતા હોય છે. આ ઈગ્લુ ઘરમાં રહેવા માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડતું હોય છે.મનાલીના આ ઈગ્લુ ઘરમાં રહેવા માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે. આ ઈગ્લુ ઘરમાં કુલ બે લોકો રહી શકે છે અને તેનું એક રાતનું ભાડું રૂપિયા 5,500 છે. આ સિવાય ઘણાં પર્યટકો અહીં માત્ર ઈગ્લુ ઘર જોવા માટે પણ આવતા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments