મીઠું એક એવી વસ્તુ છે જેના વગર ભોજન અધૂરું છે. તે રસોડાની જરૂરી હિસ્સો હોય છે. મીઠું કેટલેક અંશે જરૂરી છે પરંતુ શું તમે જાણો છો કે તેનું વધુ માત્રામાં સેવનથી આરોગ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. મીઠામાં સોડિયમ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને પ્રોત્સહન આપે છે. બીજી તરફ હાઈ બીપીથી હાર્ટ સંબંધી બીમારીઓ વધે છે અને કિડનીને પણ ઘણું નુકસાન પહોંચે છે.
ત્યાં સુધી કે વધુ મીઠું ખાવાથી કિડની ફેઇલ પણ થઈ શકે છે. બીજી તરફ વધુ માત્રામાં સોડિયમનું સેવન કરવાથી હાડકાંઓ પણ નબળા થઈ જાય છે. આવો આપને જણાવીએ કે મીઠું આપના જીવનમાં કેટલું જરૂરી હોય છે અને તેનાથી શું નુકસાન થાય છે.
મોઠાના વધુ સેવનથી નુકસાન – વધુ મીઠાના સેવન કરવાથી શરીર પર બહુ ખરાબ પ્રભાવ પડે છે. વધુ મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ સંબંધી બીમારીઓ, સ્ટ્રોક અને કિડની ફેઇલ થવાનો ખતરો બની રહે છે. શોધમાં બહાર આવ્યું કે મીઠાનું સેવન તમે જેટલું ઓછું કરશો, બ્લડપ્રેશરમાં એટલો જ ઘટાડો આવશે. નોંધનીય છે કે હાઈ બીપીના કારણે હૃદય સંબંધી રોગોનો ખતરો વધે છે. બીજી તરફ સ્ટ્રોક પણ હોઈ શકે છે.
હાર્ટઅટેકનો ખતરો – હૃદયરોગથી પીડિતા લોકો માટે વધુ માત્રામાં મીઠું સેવન જીવલેણ પુરવાર થઈ શકે છે. તેનાથી હાર્ટ અટેકની શક્યતા વધી જાય છે. મીઠાના સેવનથી શરીરમાં ફ્લૂઇડ રોકવાની પ્રક્રિયા તેજ થઈ જાય છે જેના કારણે રક્તવાહિનીઓમાં સોજા આવી જાય છે. તેનાથી પ્રેશર હાર્ટ પર પડે છે. એક નિશ્ચિત સમય બાદ રક્તવાહિનીઓ નબળી પડવા લાગે છે અને વધુ મહેનત કરવાના કારણે હાર્ટ અટેકનો ભય વધી જાય છે.
હાડકાઓને નુકસાન થાય છે – મીઠાનું વધુ માત્રામાં સેવન કરવું હાડકાઓ માટે બિલકુલ સારું નથી. મૂળે તે હાડકાઓમાંથી કેલ્શિયમને ઓછું કરે છે. આ ઉપરાંત જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, મીઠું શરીરના અન્ય અંગોને પણ નબળા કરે છે.
કિડની પ્રભાવિત થાય છે – વધુ મીઠું ખાવાથી કિડની પણ પ્રભાવિત થાય છે અને તેની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. બ્લડ પ્રેશર વધવાથી બ્લડ વેસલ્સ પ્રભાવિત થાય છે. જેના કારણે કિડની ફેઇલ થવાની શક્યતા હોય છે.
બ્લડ પ્રેશર વધે છે – વધુ મીઠું ખાવાથી બ્લડ પ્રેશર પણ વધે છે. બ્લડ પ્રેશરના વધવાથી આટ્રીઝ અંદરથી પ્રભાવિત થાય છે. જ્યારે આટ્રીઝ અંદરથી પ્રભાવિત થાય છે તો તેની સીધી અસર મગજ પર પડે છે કારણ ક ત્યાં જરૂરી લોહી નથી પહોંચી શકતું. ઑક્સિજન ઓછો મળવાના કારણે મગજની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે.
મીઠાનું સેવન કેવી રીતે ઓછું કરશો? – (1) પોતાના ડાયટમાં વધુ ફળ અને શાકભાજી સામેલ કરો કારણ કે તેમાં મીઠું નથી હોતું અને તે આપના પેટ પણ ભરેલું રાખે છે. (2) ભોજનામાં મીઠાની માત્રા ઓછી રાખવાની આદત પાડો. તેનાથી આપની મીઠું ખાવાની આદત પણ ઘટી જશે. (3) વધુમાં વધુ પ્રોસેસ્ડ ફુડનું સેવન કરવાથી બચો કારણ કે તે સામાન્ય રીતે ખાંડ એન મીઠાથી ભરપૂર હોય છે. (4) ભોજન લેતી વખતે ટેબલ પર મીઠાની ડબ્બી લઈને ન બેસો.