HomeDesignInteriorsવેસ્ટમાંથી બેસ્ટ વાનગી, રોટલીમાંથી બનતી ખમણીની ફટાફટ નોંધીલો Recipe

વેસ્ટમાંથી બેસ્ટ વાનગી, રોટલીમાંથી બનતી ખમણીની ફટાફટ નોંધીલો Recipe

આજની મોંઘવારી ને ભાગદોડભરી જીંદગીમા થોડોક પણ બગાડ પરવડે નહિ. વધેલી રોટલીના (Tortilla) ખાખરા, ખાખરાનો ચેવડો, છાશમા વઘારવી , ત્રિખુટ, રોલ કે પાત્રા બનાવવા જેવુ તો બનતુ જ હોય છે.  પરંતુ આજે તમને ખમણીનું એક નવું વર્ઝન શીખવા મળશે. (Recipes)

સામગ્રી:

વધેલી રોટલીનો ભુકો ૨ કપ

ચણાનો લોટ ૧/૨ કપ
દહી ૧/૨ કપ
શેકેલી શીંગનો ભુકો ૧/૨ કપપાણી દોઢ કપ
આદુ-મરચાં
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી લાલ મરચુ
પોણી ચમચી ગરમ મસાલો
૧ ચમચી ખાંડ
મીઠુ
તેલ ૨ ચમચી
હીંગ
રાઇ
લીમડો
તલ
હીંગ
લીલા મરચા કટ કરેલા,
કોથમીર
નાળીયેરનુ ખમણ સ્પ્રીંકલ કરવા

રીત :

વધેલી રોટલી ૪-૫ લઇ ટુકડા કરી મીક્ષરમા ચર્ન કરી ભુકો બનાવવો. પેનમા તેલ ૧ ચમચી મુકી હીંગ નાંખી રોટલીને ભુકો પેનમા નાંખવો. ચણાના લોટમા લાલ મરચુ,હળદર,ખાંડ,ગરમ મસાલો,આદુમરચાની પેસ્ટ, મીઠુ,દહી,શીંગદાણાનો ભુકો બધુ નાંખી ઘોળ તૈયાર કરવુ. તેમા પાણી ઉમેરી આ ખીરુ પેનમા નાંખી સતત હલાવવુ. પેન છોડવા લાગસે ને ગાઢુ થાય કે ગ્રીસ કરેલા મોલ્ડમા પાથરવુ. તે પર લાલ મરચાની ભુકી છાંટવી. તેમા દાળશાકનો બધે વપરાતો મસાલો નાંખો.

હવે તેલ મુકી રાઇ,લીમડો,તલ,લીલા મરચાના કટકા ને હીંગનો વઘાર રેડવો. ઉપર કોથમીર ને લીલા નાળીયેરનુ ખમણ છાંટવુ. સોફ્ટ ટેસ્ટિ ખમણી તૈયાર છે ઠરે કે પીસીસ પાડી પીરસવા.

તમને જો ગમે તો સેવ,કાંદા,દાડમ, ગળી ચટણી,લસણ ચટણી વગેરે ઘરમા જે હોય તે સ્પ્રીંકલ કરો ને એમ ને એમ પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે.આને ચહા,ચટણી સાથે ખાઇ શકાય છે. નાશ્તામા ખાવાથી ભુખ પણ જલ્દિ નહિ લાગશે. ઘઉની રોટલી ઘી ચોપડેલી જ હોય છે ને આ રીતે વાપરવાથી કોઇને ખબર પણ નહિ પડે કે આમા રોટલી પણ છે. તો કદી રોટલી વધી હોય તો આ રીતે બનાવી તેની મજા માણો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments