HomeRacingસતત ચોથા મહિને GST થકી એક લાખ, પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની...

સતત ચોથા મહિને GST થકી એક લાખ, પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની આવક નોંધાઈ

સરકારને ફેબ્રુઆરી મહિનામાં વસ્તુ અને સેવા કર GST થકી એક લાખ, પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. જે ગયા વર્ષના ફેબ્રુઆરી માસની આવક કરતાં આઠ ટકાનો વધારો દર્શાવે છે. જીએસટીની કુલ આવક પૈકી કેન્દ્રીય જીએસટીની આવક 20 હજાર કરોડ રૂપિયાથી વધુ જ્યારે રાજ્ય જીએસટીની આવક 27 હજાર કરોડ રૂપિયાથી વધુ અને સંકલિત જીએસટીની આવક 48 હજાર કરોડ રૂપિયાથી વધુની થઈ છે. 

નાણા મંત્રાલય તરફથી જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ ફેબ્રુઆરી 2020માં કુલ GSTકલેક્શન 1,05,366 કરોડ રુપિયા થયું, જે પૈકી  CGST 20,569 કરોડ રુપિયા,  SGST 27,348 કરોડ રુપિયા, IGST 48,503 કરોડ રુપિયા અને સેસ 8,947 કરોડ રુપિયા થયું હતું. નાણામંત્રાલયે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં ઘરઆંગણાના વ્યવહારો થકી જીએસટીની થયેલી આવાક ગત વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ 12 ટકાનો વધારો દર્શાવે છે.

કેન્દ્ર સરકારે જાન્યુઆરી મહિના માટે જીએસટી કલેક્શનનું અનુમાન 1.15 લાક કરોડ રૂપિયા રાખ્યુ હતું. પરંતુ જાન્યુઆરીમાં કલેક્શન 1.10 લાખ કરોડ રૂપિયા થયુ હતું. આ પહેલા નવેમ્બર, ડિસેમ્બર 2019માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રુપિયાથી વધારે થયુ હતું. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments