HomeFashionસૂર્યોદય અને સૂર્યાસ્તનો અનેરો નજારો માણવો હોય, તો રાજ્યના આ શહેરની મુલાકાત...

સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનેરો નજારો માણવો હોય, તો રાજ્યના આ શહેરની મુલાકાત જરૂર લેજો

સાપુતારા ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે.

ખુલ્લા આકાશની નીચે, ડુંગરોની ટોચે, શુદ્ધ હવાને ઊંડે સુધી ફેફસામાં ભરીને, એક આહલાદક અનુભૂતિ સાથે, કુદરતના બદલતા મિજાજનો અનુભવ કરવો હોય તો દક્ષિણ ગુજરાતમાં સાપુતારાથી શ્રેષ્ઠ બીજો કોઈ વિકલ્પ નથી.

વિશાળ ગગન ઉપર પળ પળ બદલાતા રંગોની આ છટા, કુદરતની અદભુત કલાકૃતિની ઝાંખી કરાવે છે. સમય સૂર્યોદયનો હોય, કે પછી સૂર્યાસ્તનો. અહીં નીલી છત્રીવાળાની આ કલાકૃતિ, તમને એક અલૌકિક વિશ્વમાં પહોંચી ગયાનો અહેસાસ કરાવ્યા વિના નહીં રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments