HomeEducationસ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા પંચાયતના પ્રેરક સહયોગ-પ્રોત્સાહનતથી ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના...

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા પંચાયતના પ્રેરક સહયોગ-પ્રોત્સાહનતથી ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ કેવડીયા ખાતે ઉત્સાહભેર નિહાળ્યો ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલ

રાજપીપલા સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના મેનેજીંગ ડિરેક્ટરશ્રી અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજીવ ગુપ્તાના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમજ નર્મદા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમના સહયોગથી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની ૬ જેટલી પ્રાથમિક શાળાઓના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓને આજે કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન–ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલની નિઃશુલ્ક મુલાકાત પ્રવાસ કરાવાયો હતો. આમ, નર્મદા નિગમના પ્રેરક પ્રોત્સાહન સાથે જિલ્લા પ્રશાસને કરેલી અભિનવ પહેલને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ-વાલીઓમાં એક અનેરા આવકાર-ઉત્સાહ-આનંદની લાગણી સાથે તેને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમની સીધી દોરવણી હેઠળ પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એમ. નિનામાનું ઉક્ત પ્રવાસના આયોજનમાં વિશેષ યોગદાન રહ્યું છે. આજે પ્રથમ તબક્કામાં જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની વીર સુખદેવ, વીર ભગતસિંહ, ખડગદા, વવીયાલા, ધમાદરા, આમદલાની પ્રાથમિક શાળાઓના અંદાજે ૬૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને કેવડીયા કોલોનીમાં ચિલ્ડ્રન – ન્યુટ્રીશીયન પાર્કની મુલાકાત ઉપરાંત ચિલ્ડ્રન પાર્કની બાજુમાં એકતા મોલની પણ મુલાકાત કરાવાઇ હતી. આજે કેવડીયા કોલોની ખાતે જુદા જુદા સમયે નિયત કરાયેલા સ્લોટ મુજબ ગરૂડેશ્વર તાલુકાના ઉક્ત ગામોની પ્રાથમિક શાળાના શિક્ષકગણની હાજરીમાં આજનો આ પ્રવાસ યોજાયો હતો. જેમાં ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. નિપાબેન પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સચીનભાઇ શાહે આજના સમગ્ર પ્રવાસનું નેતૃત્વ કર્યું હતું અને આ સમગ્ર પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. ગરૂડેશ્વર તાલુકાની ઉક્ત વિવિધ ગામોની શાળાના બાળકોને જે તે શાળાના કેન્દ્ર ખાતેથી શિક્ષણ વિભાગ દ્વારા નિઃશુલ્ક રીતે વાહનમાં ચિલ્ડ્રન પાર્ક – ન્યુટ્રીશીયન પાર્ક ખાતે લાવવા – લઇ જવાની સુવિધા પુરી પડાઇ હતી. ત્યારબાદ ચિલ્ડ્રન પાર્ક ખાતે એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ પણ હોંશભેર – જુસ્સાભેર આ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ચિલ્ડ્રન પાર્કમાં બાળકોમાં મનોરંજન અને આનંદ પ્રમોદ માટે ગુજરાત ઇકોલોજી કમિશન સહયોગથી મેરાફોર્મ ઇન્ડીયા કંપની દ્વારા બાળકો માટે ઉભી કરાયેલી જોય ટ્રેનમાં આ બાળકોએ બેસીને ફલ શાકમ ગ્રહમ, પાયોનગરી, અન્નપુર્ણા, પોષણપૂરમ અને સ્વસ્થ ભારતમ જેવા પાંચ જેટલા સ્ટેશનો પણ રોકાણ કરીને જે તે સ્ટેશન ખાતે ન્યુટ્રીશન માટે ડિસ્પ્લે કરાયેલી બાબતોની વિશેષ જાણકારી મેળવી શાળાના આ બાળકોએ આજના આ અવસરને ઉત્સાહભેર માણી ધન્યતા અનુભવી હતી. ચિલ્ડ્રન–ન્યુટ્રીશીયન પાર્કમાં મેરાફોર્મ ઇન્ડીયા કંપનીના શ્રી અંકુર ગર્ગે આ જોય ટ્રેનના પ્રવાસમાં જોડાઇને ફળ-શાકભાજી ગૃહ સ્ટેશન ખાતે વ્યક્તિને પોતાના આરોગ્ય-સ્વાસ્થ્ય સુખાકારી માટે ઋતુ પ્રમાણે ફળફળાદિ અને શાકભાજીનો ઉપયોગ, બાસ્કેટ બોલની ગેમ સહિત ખેતીની જાણકારી માટે પણ ઉપયોગી બાબતો અંગેની ગેમ્સ, પાયોનગરી સ્ટેશનમાં દુધ અને દુધની બનાવટ, દુધના ફાયદા, દહીં-પનીર, છાશ, માખણ, યોગર્ટ વગેરેના લાભો, અન્નપુર્ણા સ્ટેશન ખાતે મમ્મીના હાથે બનેલા ભોજનનું મહત્વ ઉપરાંત બાળકોને ખુખ જ મઝા પડે અને બાળકોમાં ગમ્મત સાથે પોષણ અંગેના જ્ઞાનમાં વધારો થાય તેવી પ્લેટ રાઇટ અને સ્પાઇસ રાઇટમાં પોષણ અંગે ક્લીક કરવાની રમતો કે જેમાં કઇ વસ્તુ વધુ પોષણયુક્ત છે તેની જાણકારી, પોષણપૂરમ સ્ટેશનમાં જળ એ જ જીવન છે-જીવનમાં પાણીનું મહત્વ ઉપરાંત સુકા મેવાના ફાયદા – લાભ, સુપરફુડ, ધી જેકફુડ, નાળીયેર, સરગવો, કથહલ ફણસ, હળદર, જવ, આમળા અને દહીં ઉપરાંત બ્રેડ, રોટી, રાઇસ, પ્રોટીન, અનાજ, બદામ, દુધ, બટર, ચીઝ, બોડીમાસ ઇન્ડેક્ષ મુજબ વ્યક્તિનું ફીટનેસ તેમજ ક્યાં શાકભાજી – ફળફળાદિ ખાવાથી આપણા શરીરને કયું વિટામીન મળે, સ્વચ્છતા માટે સાબુથી હાથ ધોઇ રૂમાલથી હાથ લુંછવા, ખુલ્લો ખોરાક કે મચ્છર બેસેલ હોય તેવો ખોરાક ઉપયોગમાં ન લેવા, સ્વચ્છ પાણીનો ઉપયોગ કરી ફળફળાદિ – શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોઇને ઉપયોગ કરવો, આપણાં શરીરમાં પાણીની કેટલી જરૂરિયાત છે અને તેના ફાયદા વગેરે અંગેની જાણકારી તેમજ છેલ્લે સ્વસ્થ ભારતમ્ સ્ટેશન ખાતે માનવ જીવનમાં યોગ અને ખેલકુદનું મહત્વ દર્શાવતી બાબતોમાં વર્ચુઅલ ક્રિકેટની રમત ઉપરાંત લોન ટેનીસ, યોગ, સુપર હોકી વગેરે જેવી બાબતોને હુબહુ રીતે બાળકોને સમજ અપાઇ હતી. ચિલ્ડ્રન–ન્યુટ્રીશન પાર્ક ખાતેના જુદા જુદા રેલ્વે સ્ટેશનોની મુલાકાત ઉપરાંત બાળકો માટેની ગેમઝોન, ન્યુટ્રીહન્ટમાં વિવિધ ગેમ્સમાં ફુટબોલ, વર્ચ્યુઅલ બાઇસીકલ રેસીંગ સહિતના બાળકોના મનોરંજન માટેના નીત નવી અસંખ્ય ગેમ્સનો આ બાળકોએ ઉત્સાહભેર લાભ લઇ ભરપૂર આનંદ માણ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની આદિવાસી વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાના બાળકો કે જેમને આજદિન સુધી પ્રત્યક્ષ રીતે રેલ્વે સ્ટેશન કે રેલ્વે ગાડી નિહાળી પણ નહી હોય કે ટ્રેનમાં પણ બેસ્યા નહી હોય તેવા ગરીભ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને આજે જિલ્લા પ્રસાશનના પ્રેરક સહયોગને લીધે ઉક્ત પ્રવાસ ખુબજ માહિતીસભર, લાભદાયી અને યાદગાર બની રહેતા, આ વિસ્તારના વિદ્યાર્થીઓ-વાલીઓ ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. હવે પછી બીજા તબક્કામાં તિલકવાડા તાલુકાના વિદ્યાર્થીઓને ઉક્ત પ્રવાસ માટે આવરી લેવાશે તેમજ આ તમામ બાળકો માટે હવે પછી તબક્કાવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત – પ્રવાસનું આયોજન પણ ક્રમશઃ ઘઢી કઢાયું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત-જિલ્લા પ્રસાશન દ્વારા નિઃશૂલ્ક પ્રવાસની સુવિધાની સાથોસાથ તમામ બાળકોને પોષણયુકત પૌષ્ટિક આહારની સાથે ફ્લેવર્ડ મિલ્ક પણ પુરૂં પડાયું હતું.

ગૌતમ વ્યાસ:- કેવડીયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments