પેનના અનેક શહેરોમાં મહિલાઓએ સમાનતા માટે જંગી રેલી નીકાળી હતી. આ
દેખાવોમાં સામેલ મહિલાઓનું કહેવું છે કે, અમે હોસ્પિટલોમાં માતૃત્વની
સુવિધામાં વધારાની માંગ કરીએ છીએ. વેરિન અને પોંટેવેંદ્રા જેવા કસબામાં
હોસ્પિટલોમાં ડિલિવિરી માટે પ્રાથમિક સુવિધા પણ નથી. આ રેલીમાં ભાગ લેવા
સ્પેનના વિવિધ વિસ્તારોમાંથી 30 બસ ભરીને મહિલાઓ પહોંચી હતી. આ દેખાવોમાં
સ્ત્રી હિંસા રોકવા કડક કાયદા બનાવવાની પણ માંગ કરાઈ હતી.
આ રેલીની આગેવાની કરી રહેલા અરોના સોલાએ કહ્યું કે, આ દેખાવોમાં દેશભરમાંથી
30 હજાર મહિલા આવી છે, જે સાબિત કરે છે કે અમારી તાકાત ઓછી નથી. સંદેશ
સ્પષ્ટ છે કે, અમારી અવગણના ના કરો અને અમારી માંગો પર વિચાર સ્વીકારો.
નહીં તો આઠમી માર્ચે મહિલા દિવસે અમે આક્રમક દેખાવો કરીશું.
પગાર પણ પુરુષોથી 20 હજાર સુધી ઓછા
સ્પેનમાં મહિલા-પુરુષના પગારોમાં પણ અસમાનતા છે. મહિલાઓને પગાર 20 હજાર
સુધી અને પેન્શન પણ રૂ. 37 હજાર સુધી ઓછું મળે છે. આ ઉપરાંત મેનેજરિયલ
સ્તરે પણ મહિલાઓની સંખ્યા 30% ઓછી છે.