HomeTNNહવે ફેશન માટે નહીં બગાડવું પડે પાણી, ગુજરાતની કંપનીએ તૈયાર કર્યું ઈકો...

હવે ફેશન માટે નહીં બગાડવું પડે પાણી, ગુજરાતની કંપનીએ તૈયાર કર્યું ઈકો જીન્સ!

જીન્સ બનાવવામાં પાણીની બરબાદીશું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે જિન્સને પહેરો છો તેને તૈયાર કરવામાં કેટલું પાણી જોઈએ છે? એક જીન્સને તૈયાર કરવા માટે દોરાની સફાઈ, ડિઝાઈન મેકિંગ, રંગ ચડાવવો અને પ્રક્રિયાઓ દરમિયાન એટલું પાણી ખર્ચ થાય છે કે આ એક ઈકોલોજિકલ ડિઝાસ્ટર માટે પૂરતું છે. પાણીની બરબાદીની સમસ્યાથી નિપટવા માટે ગુજરાતની અરવિંદ લિમિટેડે વોટર રિસાઈકલિંગ પ્રક્રિયા અપનાવી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો100 ટકા પાણીનું રિસાઈકલિંગઅરવિંદ લિમિટેડ ફ્રેશ વોટરનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે. કંપનીએ આ માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે 100 ટકા પાણી રી-સાઈકલિંગ કરે છે. આ ઉપરાંત જીન્સ બનાવવા માટે આસપાસના વિસ્તારોના સૂએઝ પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.65% વોટરફ્રી જીન્સ2014માં કંપનીએ લક્ષ્ય રાખ્યું હતું કે તે ફ્રેશ વોટરનો ઉપયોગ બિલકુલ નહીં કરે. આ પહેલમાં કંપની સફળ થઈ અને 65 ટકા લક્ષ્ય મેળવી ચૂકાયું છે. બાકીના 35% પાણી સૂએઝનું હોય છે.2025 સુધી વોટર ફ્રી જીન્સનું લક્ષ્ય2025 સુધીમાં આ જીન્સ વેંચાણ માટે તૈયાર થઈ જશે. કંપનીના સસ્ટેનિબિલિટી હેડ અભિષેક બંસલનું કહેવું છે કે ડેનિમ જિન્સની અગ્રણ્ય કંપનીઓ આ પહેલ પર વિચાર કરી રહી છે.યુરોપના ગ્રાહકો વધારે જાગૃતઅભિષેક બંસલે કહ્યું કે આ મામલે ભારતની કંપનીઓ ખૂબ પાછળ છે. યુરોપમાં કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે. કારણકે અહીં ગ્રાહકની બ્રાન્ડથી આ રીતની આશા રાખી રહ્યું છે. ત્યાંના ગ્રાહક પણ ખૂબ જ જાગૃત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments