HomeReviews1907 ડૉક્ટરોએ સરકારી હોસ્પિટલમાં નોકરી સ્વીકારી નહીં

1907 ડૉક્ટરોએ સરકારી હોસ્પિટલમાં નોકરી સ્વીકારી નહીં

ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં માત્ર રૂા.6 હજારની ફીમાં ડૉક્ટર બનવું છે પણ ગામડાઓમાં ગરીબ દર્દીઓની સેવા કરવી નથી. માત્ર ખાનગી,કોર્પોરેટ હોસ્પિટલમાં મોટામસ પગારે જ નોકરી કરવી છે તેવી નવી પેઢીના ડૉક્ટરોની માનસિકતા રહી છે.

ગૃહમાં સરકારે કબૂલાત કરી કે, રાજ્ય આરોગ્ય વિભાગે એમબીબીએસ થયેલા 2228 ડૉક્ટરોને નિમણૂંક આપવામાં આવી હતી તે પૈકી 1907 ડૉક્ટરો ફરજ પર હાજર થયાં નહી. સરકાર હોસ્પિટલોમાં નોકરી જ સ્વિકારી નહી. માત્રને માત્ર 328 ડૉકટરોએ જ અ ેજ સરકારી હોસ્પિટલોમાં નોકરી કરવી પસંદ કર્યુ હતું. 

ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં રૂા. 6 હજારની ફીમાં વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ કરીને ડૉક્ટર બને છે. એમબીબીએસની ડીગ્રી મેળવે છે.વિધાનસભા ગૃહમાં એવો મુદ્દો ઉછળ્યો છેકે, ગામડાઓમાં સરકારી હોસ્પિટલોમાં ડૉકટરો જ નથી જેના કારણે દર્દીઓને સારવાર મેળવવા માટે શહેરોમાં આવવુ પડે છે.

ગૃહમાં આરોગ્ય વિભાગે એવા આંકડા રજૂ કર્યાં કે,રાજ્યના 33 જિલ્લાઓમાં એમબીબીએસ થયેલાં કુલ 2228 વિદ્યાર્થીઓને સરકાર હોસ્પિટલમાં નિમણૂંક કરાઇ હતી તે પૈકી 1907 ડૉકટરો તો હાજર થયા નહીં. ગામડાઓમાં સેવા કરવામાં  ડૉક્ટરોને રસ જ નથી જેના કારણે પ્રાથમિક,સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરોની જગ્યા ખાલી છે.

ડૉક્ટરો પાસેથી બોન્ડ લેવાય છે તેમ છતાંય ડૉક્ટરો સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા તૈયાર નથી. રાજ્ય આરોગ્ય વિભાગે હજુય રૂા.6207 લાખ જેટલી માતબર રકમ બોન્ડપેટે વસૂલવાની બાકી છે. 93 ડૉક્ટરો તો વિદેશ જતાં રહ્યાં છે. સેવામર્યાદાના નિયમનો ભંગ કરીને ડૉક્ટરો વિદેશ જતાં રહે છે ત્યાં સુધી આરોગ્ય વિભાગ ઉંઘતુ જ રહે છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તો એવો ય સ્વિકાર કર્યોકે, કેટલાંય ડૉક્ટરોના નામ,સરનામા ય મળતા નથી. પણ ડૉક્ટરો પાસેથી બોન્ડની રકમ વસૂલવા કડકાઇ દાખવવામાં આવશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો ત્યાં સુધી કહ્યુંકે, સરકાર જો ગામડાઓની હોસ્પિટલમાં સેવા આપવાનું ફરજિયાત નહી બનાવે ત્યાં સુધી ડૉક્ટરો સરકારી પૈસે ભણીને ખાનગી પ્રેકટીસ જ કરશે. આમ, સરકારી પૈસે ભણવુંને ,નાણાં કમાવવાએ જ આજના ડૉક્ટરોનો મંત્ર રહ્યો છે.

ઘર, જમીન, મિલકત જપ્ત કરી ડૉક્ટરો પાસેથી રકમ વસૂલાશે : નીતિન પટેલ

ગુજરાતમાં ડૉકટરોની અછત છે. રૂા.6 હજારમાં સરકારી પૈસે ભણીને ડૉકટર થવું છે પણ ગામડામાં સેવા કરવી નથી તેવો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમા ખાતરી આપી કે, બોન્ડની રકમ વસૂલવા માટે ઘર,જમીન,મિલ્કત સુધૃધાં જપ્ત કરવા નક્કી કરાયુ છે. એટલું જ નહીં, હવે તો બોન્ડની રકમ પણ વધારીને રૂા.10 લાખ સુધી કરી દેવામાં આવી છે.હજુ ત્રણેક હજાર ડૉક્ટરો પાસેથી બોન્ડની રકમ વસૂલવાની બાકી છે. અત્યાર સુધીમાં રૂા.19 કરોડની વસૂલાત કરવામાં આવી છે. કેટલાંય ડૉક્ટરોના નામ-સરનામાં ય મળતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments