એક સર્વે અનુસાર, ભારતમાં આશરે 70% લોકો વિચામીન Dથી ઊણપથી પીડાઈ રહ્યા
છે. શરીરમાં તેની ઊણપથી અનેક પ્રકારના રોગો થઈ શકે છે. જો કે, વિટામીન Dનો
સૌથી સારો સ્રોત તડકો છે. પરંતુ જો તમારી પાસે તડકામાં બેસવાનો સમય ન હોય
તો તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરીને વિટામીન Dની ઊણપથી બચી શકો
છે.
દ્રાક્ષનું સ્મૂધી
દૂધ, દ્રાક્ષ અને સૂર્યમુખીના બીજને એક સાથે મિક્સ કરો. તેમાં ફુદીનાના
પાન મિક્સ કરો. તમે સવારના નાસ્તામાં આ સ્મૂધી લઈ શકો છો. આનાથી શરીરને
મલ્ટિ વિટામિન્સ મળે છે અને શરીરમાં વિટામિન D ભરપૂર માત્રામાં આવી જાય છે.
જો તમે ઇચ્છો તો તમે સોયા દૂધ, કેળા અને અનાનસ મિક્સ કરીને પણ સ્મૂધિ પણ
બનાવી શકો છો. તેમાં તમારા સ્વાદ મુજબ ઇચ્છિત ફ્લેવર એડ કરો. વિટામીન Dની
ઊણપ દૂર કરવા માટે નારંગી અને કેરીને મિક્સ કરીને બનાવવામાં આવેલી સ્મૂધી
તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ઓરેન્જ જૂસ
નારંગીનો રસ માત્ર વિટામિન સીથી ભરપૂર તો છે જ પણ સાથે તે વિટામિન Dની
ઊણપને દૂર કરવામાં પણ મદદ કરે છે. પેક્ડ ઓરેન્જ જૂસને બદલે ઘરે જ નારંગીનો
રસ કાઢો અને દરરોજ પીવો, તેનાથી તમને ફાયદો થશે. આ જૂસનો સ્વાદ બદલવા માટે
તેમાં ફુદીનાના પાન અથવા લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે. આ સિવાય, દહીં અને
દહીંથી બનેલી વસ્તુઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે ઘરે જ
લસ્સી અથવા છાશ બનાવીને પી શકો છો.
સોયા મિલ્ક
સોયા મિલ્ક બનાવવા માટે સોયાબીન સૂકવીને અને તેને પાણીથી પીવાનું હોય
છે. તેમાં વિટામિન D ભરપુર માત્રામાં હોય છે. આ દૂધને કંઇક અલગ ટેસ્ટ આપવો
હોય તો ડોક્ટરની સલાહથી તેમાં કોઈ એવો ફેલ્વર પાઉડર એડ કરી શકો છો જેમાં
વિટામીન D હોય. આ ઉપરાંત, સોયા મિલ્કથી બનેલા ટોફુના એક કપમાં 39% વિટામિન D
હોય છે. ટોફુ કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્રોત પણ છે.
દૂધ
આ વિટામિન Dનો સમૃદ્ધ સ્રોત છે. લો ફેટ દૂધને બદલે ફુલ ક્રીમ દૂધમાં વિટામીન D અને કેલ્શિયમની માત્રા વધારે હોય છે. સામાન્ય વ્યક્તિએ એક દિવસમાં 450 મિલીથી 500 મીલી દૂધ અથવા દૂધની પ્રોડક્ટ્સ જેવી કે દહીં, છાશ અથવા પનીરનું સેવન કરવું જોઈએ. જો કે, દૂધમાં ખાંડની માત્રા મર્યાદિત રાખવી.