HomeRacingરોહિત શેટ્ટીની 24 માર્ચે આવનાર “સૂર્યવંશી’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું

રોહિત શેટ્ટીની 24 માર્ચે આવનાર “સૂર્યવંશી’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું

સ્ટંટ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 10’ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શો ‘સૂર્યવંશી’ નાં નિર્દેશક રોહિત શેટ્ટી હોસ્ટ કરી રહ્યા છે. રોહિત શેટ્ટી બોલીવુડમાં એકશન ફિલ્મો બનાવવામાં લોકપ્રિય છે. તેમણે સિંઘમ જેવી એકશન ફિલ્મ સિરીઝ અને ગોલમાલ ફિલ્મ જેવી કોમેડી સીરીઝ બનાવી છે. રોહિત શેટ્ટીના જણાવ્યા મુજબ, તેમને આ વાતનો ગર્વ છે કે તેમની ઓળખ એક એકશન ફિલ્મ નિર્દેશક તરીકે છે.

‘ખતરો કે ખેલાડી’ શો વિષે રોહિતે જણાવ્યું હતું કે તેમની પર્સનાલિટીને આવા બધા શો સૂટ થાય છે. તમને જણાવી દઈએ કે 24 માર્ચે રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ સિનેમાઘરોમાં દસ્તક આપવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કેફ લીડ રોલમાં છે. તેની સાથે જ ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ, અભિમન્યુ  સિંહ અને વિવિયન ભટેના ફિલ્મમાં મહત્વપૂર્ણ નિર્ણાયક ભૂમિકાઓ ભજવવાના છે. ફિલમનું 4 મિનિટ સુધીનું ટ્રેલર ઓફિસિયલ રીતે રીલીઝ કરી દેવામાં આવ્યું છે.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments