HomeBe Something in Lifeઅક્ષરધામ, ગાંધીનગર

અક્ષરધામ, ગાંધીનગર

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (બીએપીએસ) દ્વારા ગાંધીનગરમાં બનાવાયેલું અક્ષરધામ મંદિર 23 એકરમાં પથરાયેલું છે. 1970માં યોગીજી મહારાજે આ જગ્યાએ પ્રાર્થના કરીને કહ્યું હતું કે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થશે.

માણસને માણસ બનાવવાના ઉદ્દેશ્યથી અને બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામીની પ્રેરણાથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી 25 વર્ષ પહેલાં અક્ષરધામનો ઉદ્દભવ થયો.

પુરાણોનાં પાત્રો, ઘટનાઓ અને વાતાવરણને ફરી એક વાર ઉજાગર કરવા અને વિશ્વને હિન્દુ સંસ્કૃતિની ઝલક આપવા માટે આધુનિક યુગમાં પુરાણને પ્રસ્તુત કરવાનો આ મંદિરમાં પ્રમુખ સ્વામીએ પ્રયત્ન કરેલો.


નિર્માણ: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 ઓક્ટોબર, 1992ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું હતું. આ મંદિર પરંપરાગત હિન્દુ સ્થાપત્યનો બેજોડ નમૂનો છે. શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ અને લોખંડના ઉપયોગ વગર આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર 23 એકરમાં પથરાયેલું છે. મંદિરમાં 97 પિલ્લર છે. 8 સુશોભિત ગવાક્ષ છે.

264 કલાત્મક શિલ્પ છે. 15 એકરમાં ઉદ્યાન છે. આ મંદિરમાં 1.60 લાખ ઘનફૂટ રાજસ્થાનનો ગુલાબી સેન્ડ સ્ટોન વપરાયો છે. 1979માં પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શિલાન્યાસ વિધિ થઈ હતી. દેશમાં સૌથી આધુનિક ક્રેઇનથી પથ્થરોનું વહન કરાયું હતું. પ્રમુખસ્વામી મહારાજે 13 વર્ષની મહેનત બાદ સમગ્ર સંકુલ ઊભું કર્યું હતું. 900 કારીગરોએ આ મંદિર નિર્માણમાં કામ કર્યું છે.

આ મંદિરમાં 1.60 લાખ ઘનફૂટ રાજસ્થાનનો ગુલાબી સેન્ડ સ્ટોન વપરાયો છે.

મંદિરનાં મુખ્ય આકર્ષણો: 


મંદિરના ગર્ભગૃહમાં રહેલી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, ગુણાતિતાનંદ સ્વામી અને ગોપોલાનંદ સ્વામીની મૂર્તિ ધ્યાનાકર્ષક છે. મૂર્તિ પરથી દર્શનાર્થીની નજર હટે જ નહીં તેવું છે. મંદિરમાં રાધે-ક્રિષ્ના, લક્ષ્મીનારાયણ, શિવ-પાર્વતીની મૂર્તિ પણ છે.

અહીંનો વોટર શો અદભુત છે. જે સાંજે 7.30 વાગ્યે શરૂ થાય છે. વોટર શો પણ સોમવારના રોજ બંધ રહે છે. અક્ષરધામ મંદિરમાં છ હજાર ટન પિંક સ્ટોનમાંથી જાળીઓ કોતરેલી છે. મંદિરની ઊંચાઈ 108 ફૂટ, લંબાઈ 240  ફૂટ અને 131 ફૂટ પહોળું છે.

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 ઓક્ટોબર, 1992ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું હતું.

આરતીનો સમય: 

સવારે: 10.00 વાગ્યે
સાજે: 6.30 વાગ્યે


દર્શનનો સમય: સવારે:9.30થી સાંજે 7.30 સુધી. દર સોમવારે અક્ષરધામ બંધ રહે છે.


કેવી રીતે પહોંચવું: અમદાવાદ એરપોર્ટથી 21 કિમી, અમદાવાદ રેલવે સ્ટેશનથી 32 કિમી છે. ખાનગી વાહનો ઉપરાંત સરકારી બસોની અવરજવર અહીં સતત ચાલુ રહે છે.

ગાંધીનગરમાં બનાવાયેલું અક્ષરધામ મંદિર 23 એકરમાં પથરાયેલું છે.

નજીકનાં મંદિરો: 


1). ઈસ્કોન મંદિર, 27 કિમી
2). જગન્નાથ મંદિર 24 કિમી
3). ઘંટાકર્ણ મહાવીર, મહુડી-41 કિમી.
4). કેમ્પ હનુમાન, 20 કિમી.
5). હરેક્રિષ્ના ભાડજ, 27 કિમી.


રહેવાની સુવિધા છે: અક્ષરધામ મંદિરમાં રહેવાની વ્યવસ્થા નથી. મંદિર પરિસરમાં સ્વખર્ચે નાસ્તાની, જમવાની સારી એવી વ્યવસ્થા છે.


સરનામું: સ્વામિનારાયણ અક્ષરધામ, સેક્ટર 20, J રોડ, ગાંધીનગર-382020.
 સંચાલન: BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાન) દ્વારા સંચાલિત

ફોન નંબર : 079 23260001, 079 23260002.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments