હવેથી શાળામાં જો તમે ટુવ્હીલર પર હેલ્મેટ પહેર્યાં વગર જશો તો દંડાશો. અમદાવાદ શહેરનાં જિલ્લા શિક્ષણાધિકારીઓ ‘નો હેલ્મેટ, નો એન્ટ્રી’નો પરિપત્ર સ્કૂલના દરેક કર્મચારી, ટુવ્હીલર પર આવતાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને સંસ્થાની મુલાકાતે આવતા દરેકને લાગુ પડશે. જેથી હવે કોઈપણ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ કરવો હશે તો ફરજિયાત હેલમેટ પહેરવુ પડશે. બીજી તરફ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, જો કોઈ સંસ્થામાં નિયમોનું ઉલ્લંઘન થતુ હશે તો પ્રતિ દિવસે 500 રૂપિયા લેખે દંડ પણ ફટકારવામાં આવશે. નિયમ નહીં પાળનારી સ્કૂલોનું મોનિટરિંગ પોલીસ કમિશનરની કચેરી કરશે. આ ઉપરાંત સગીર વયનાં બાળકો ટુવ્હીલર ચલાવી શકે નહીં.
ડીઈઓએ શાળામાં આપેલા પરિપત્રમાં જણાવ્યુ છે કે, પોલીસ કમિશ્નર અને અધ્યક્ષ અમદાવાદ શહેર રોડ સેફ્ટી કમિટીને ગુજરાત રોજ સેફટી ઓથોરીટી એક્ટ-2018ની કલમ-17માં જણાવ્યાં મુજબ કોઈપણ વિદ્યાર્થી કે કર્મચારી જો શૈક્ષણિક સંકુલમાં હેલમેટ પહેર્યા વિના પ્રવેશ કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. જેથી નિયમનો ભંગ કરવા બદલ જે તે શૈક્ષણિક સંકુલને પ્રતિ દિવસ 500 રૂપિયા તેમજ વધુમાં વધુ 25000 રૂપિયાની મર્યાદાથી વધે નહી તેવી જોગવાઈ કરવામાં આવી છે