HomeReviewsISROમાં આવી વિવિધ 182 પદો પર ભરતી, ધો. 10 પાસ પણ કરી...

ISROમાં આવી વિવિધ 182 પદો પર ભરતી, ધો. 10 પાસ પણ કરી શકશે એપ્લાય

ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ- ISRO) દ્વારા પોતાની સત્તાવાર વેબાસાઈટ પર વિવિધ પદોની ભરતી સંબંધિત જાહેરાત મૂકવામાં આવી છે અને તે સંબંધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ પદો માટે જે ઉમેદવાર પોતાને યોગ્ય અનુભવે તે 6 માર્ચ 2020 સુધીમાં isro.gov.in પર જઈને ઓનલાઈન એપ્લાય કરી શકે છે. આવો આ ભરતી અંગે વધુ જાણીએ હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:કુલ 182 પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન, ટેક્નિકલ આસિસ્ટન્ટ, લાઈબ્રેરી આસિસ્ટન્ટ, હિંદી ટાઇપિસ્ટ, કેટરિંગ અટેન્ડન્ટ, કુક, ફાયરમેન, લાઇટ વેહિકલ ડ્રાઈવર-A, હેવી વેહિકલ ડ્રાઈવર-A સહિતના પદ છે.યોગ્યતાજાહેરાતમાં આપવામાં આવેલ જુદા જુદા પદો પર એપ્લાય કરવા માટેની યોગ્યતા પણ જુદી જુદી છે. વિસ્તૃત જાણકારી માટે લેખના અંતમાં આપવામાં આવેલ લિંક પર જઈ ક્લિક કરો.પરીક્ષા ફીજનરલ, ઓબીસી અને ઈડબલ્યુએસ ઉમેદવારો માટે આવેદન ફી રુ 300 રાખવામાં આવી છે. જ્યારે મહિલા/SC/ST, પૂર્વ સૈનિક અને દિવ્યાંગ ઉમેદવાર માટે આવેદનમાં છૂટછાટ આપવામાં આવી છે.વય મર્યાદાટેક્નિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લાઈબ્રેરી આસિસ્ટન્ટ, ટેક્નિશિયન બી, કુક, હેવી વેહિકલ ડ્રાઈવર એ અને લાઈટ વેહિકલ ડ્રાઈવર એ જેવા ખાલી પડેલા પદો માટે વય મર્યાદા 18-35 વર્ષ રાખવામાં આવી છે.જ્યારે હિંદી ટાઇપિસ્ટ, કેટરિંગ અટેન્ડન્ટ-એ પદ માટે ઉમેદવારની મર્યાદા 18-26 વર્ષ હોવી જોઈએ. જ્યારે ફાયરમેન-એ પદ માટે વય મર્યાદા 18-25 હોવી જોઈએ.આ જાહેરાતની વધુ જાણકારી માટે તમે અહીં ક્લિક કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments