HomeFashionકુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”

કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે કે “પોળોનું જંગલ”

કુદરતના ખોળાને ખૂંદવા માટેનું અતિ સુંદર સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોળોનું જંગલ. વિજયનગરમાં આવેલ પોળોના જંગલમાં વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રવાસે આવી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે.

ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે જાણીતું સ્થળ એટલે કે, સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આવેલું પોળોનું જંગલ. આ પૌરાણિક મંદિરો, નદી અને પર્વતોને કારણે ધરતી ઉપર સ્વર્ગનો અહેસાસ કરાવે છે. પોળોના વિસ્તારમાં રચાયેલું જંગલ કુદરતી સૌંદર્ય લોકોને આકર્ષે છે. અરવલ્લીના પર્વતોની ગિરિમાળા અને વણજ જંગલોનું સમન્વય સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે. પાણીના ઝરણા અને સ્વચ્છ પાણીની નદીઓને નિહાળવા  પ્રવાસીઓની ભારી ભીડ જોવા મળે છે. જૈન મંદિર કલાત્મક કોતરણીવાળું હોવાને કારણે પ્રવાસીઓ માટે આકર્ષિત બની રહે છે. પોળોના જંગલમાં રજા કે વેકેશન દરમ્યાન લોકોની ભારે ભીડ જોવા મળે છે. અહી વેકશનમાં અંદાજે એક હજાર જેટલા પર્યટકો આવી કુદરતી સૌંદર્યની મજા માણે છે.

આજની દોડધામવાળી જિંદગીથી કંટાળીને તેમજ કોંકરેટના જંગલથી છૂટકારો મેળવવા પોળોના જંગલ તરફ આકર્ષણ વધતું જાય છે. પોળોના જંગલમાં એકવાર આવતા પ્રવાસીઓ ફરીથી અચૂક પાછા આવતા હોય છે, ત્યારે પોળોને પણ હવે ખાસ ઓળખ ઉપસી રહી છે. અર્બન પર્યટકો જ નહીં પણ અન્ય રાજ્યભરના પ્રવાસીઓ પોળોનું જંગલ પણ નિહાળી કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે. પ્રવાસીઓ માટે ગુજરાતમાં અનેક સ્થળો કુદરતે ભેટ આપ્યા છે, ત્યારે આ અંગે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા હજુ પણ પ્રવાસન સ્થળ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments