HomeTNN16 વર્ષીય શેફાલી વર્મા વર્લ્ડ નંબર 1 T-20 બેટ્સમેન બની

16 વર્ષીય શેફાલી વર્મા વર્લ્ડ નંબર 1 T-20 બેટ્સમેન બની

શેફાલીના 761 પોઈન્ટ્સ, ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સ 750 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને  શેફાલી મિતાલી રાજ પછી વર્લ્ડ નંબર 1 T-20 બેટ્સમેન બનનાર બીજી ભારતીય મંધાના 701 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા અને રોડ્રિગ્ઝ 658 પોઈન્ટ્સ સાથે નવમા ક્રમે છે બોલર્સ રેન્કિંગમાં દીપ્તિ, રાધા અને પૂનમ અનુક્રમે પાંચમા, સાતમા અને આઠમા ક્રમે

સ્પોર્ટ્સ ડેસ્ક: શેફાલી વર્માને અત્યારે ચાલતા T-20 વર્લ્ડ કપમાં 19 સ્થાનનો ફાયદો થયો છે. તે 16 સ્થાનના ફાયદા સાથે વર્લ્ડ નંબર 1 T-20 બેટ્સમેન બની ગઈ છે. ભારત ગ્રુપ સ્ટેજમાં ચારેય મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. શેફાલીએ બધી મેચોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે 15 બોલમાં 29, બાંગ્લાદેશ સામે 17 બોલમાં 39, ન્યૂઝીલેન્ડ સામે 34 બોલમાં 46 અને શ્રીલંકા સામે 34 બોલમાં 47 રન કર્યા છે. તે ટૂર્નામેન્ટમાં થર્ડ હાઈએસ્ટ રન સ્કોરર છે અને સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવે છે.

ટોપ 5 બેટ્સમેન:

રેન્કપ્લેયરદેશપોઈન્ટ્સ
1શેફાલી વર્માભારત761
2સૂઝી બેટ્સન્યૂઝીલેન્ડ750
3બેથ મૂનિઓસ્ટ્રેલિયા746
4સોફી ડિવાઇનન્યૂઝીલેન્ડ742
5 મેગ લેનિન્ગઓસ્ટ્રેલિયા708

મિતાલી રાજ પછી નંબર 1 રેન્ક મેળવનાર બીજી ભારતીય
શેફાલી વર્મા પહેલા મિતાલી રાજ વર્લ્ડ નંબર 1 T-20 બેટ્સમેન રહી ચૂકી છે. શેફાલીએ ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સને રિપ્લેસ કરીને વર્લ્ડ નંબર 1 બેટ્સમેનનો તાજ પ્રાપ્ત કર્યો છે. બેટ્સ ઓક્ટોબર 2018થી વર્લ્ડ નંબર 1 બેટ્સમેન હતી. તે સતત 1 વર્ષ અને 4 મહિના સુધી નંબર રહી હતી. સ્મૃતિ મંધાના 701 પોઈન્ટ્સ સાથે બેટ્સમેન રેન્કિંગમાં છઠ્ઠા અને જેમિમાહ રોડ્રિગ્ઝ 658 પોઈન્ટ્સ સાથે નવમા ક્રમે છે.

ઇંગ્લેન્ડની એસેલ્સટોન નંબર 1 બોલર બની
ઇંગ્લેન્ડની સ્પિનર સોફી એસેલ્સટોન વર્લ્ડ નંબર 1 બોલર બની છે. તેણે વર્લ્ડ કપની ચાર મેચમાં 8 વિકેટ ઝડપી છે. તેમજ આ દરમિયાન માત્ર 3.23ની ઈકોનોમીથી રન આપ્યા છે. ભારતની રાધા યાદવ અને પૂનમ યાદવ અનુક્રમે 712 અને 708 પોઈન્ટ્સ સાથે સાતમા અને આઠમા ક્રમે છે. વર્લ્ડ કપની સેમિફાઇનલમાં 5 માર્ચનો રોજ ભારત-ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા એકબીજા સામે ટકરાશે. વર્લ્ડ નંબર 1 બેટ્સમેન અને બોલર્સ વચ્ચેની ટક્કર જોવાની ફેન્સને મજા પડશે!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments