બ્લઝર ખરીદતા પહેલાં જ્યારે તમે કોઈ પાર્ટીમાં જાવ છો કે તે પાર્ટીમાંથી પાછા આવો છો ત્યારે સૌ પ્રથમ લોકોની નજર તમારા કપડાં અને તેના કલર્સ પર જાય છે. સુટ અને બ્લેઝર માત્ર લુકને જ આકર્ષક નથી બનાવતા પણ પર્સનાલિટીમાં પણ ચાર ચાંદ લગાવી દે છે. પણ આવું ત્યારે જ થાય છે જ્યારે તમારા કપડાંનું ફિટીંગ વ્યવસ્થિત હોય અને તે પર્ફેક્ટ હોય. પણ ફિટીંગ સિવાય પણ બીજી કેટલીક બાબતો અહીં અસર કરે છે. એટલે હવે જ્યારે પણ બ્લેઝર ખરીદવાનું થાય ત્યારે આ વાત ખાસ યાદ રાખશો તો ફાયદો થશે.હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરોસાઈઝસામાન્ય વાત છે કે જ્યારે પણ કોઈ કપડાંની દુકાનમાં જાય ત્યારે સૌ પ્રથમ કપડાંની સાઈઝ પર્ફોક્ટ હોય એવું બધા ઈચ્છે છે. સાઈઝ ફીટ થયા બાદ કલર્સની પસંદગી કરો. કારણ કે કલર્સ મળી રહેશે જો સાઈઝ નક્કી હશે તો. બ્લેઝર ખરીદતી વખતે ખાસ ધ્યાન એ રાખવું કે ખભા પાસેથી બ્લેઝર વધુ પડતું ફીટ ન હોવું જોઈએ અને એટલું ઢીલું પણ ન હોવું જોઈએ જે હાથની હલનચલનથી ખરાબ લાગે. અંદર કોટી પહેવાની ઈચ્છા હોય તો તેના કલર્સ પર ધ્યાન આપવું અનિવાર્ય છે. અન્યથા મિસમેચથી બ્લેઝર ખરાબ દેખાશે.અનેક પ્રકારના હોય છેબ્લેઝરમાં પણ અનેક પ્રકાર હોય છે. જેમ કે ડબલ બટન, વી કોલર, રાઉન્ડર કટ વગેરે. આ બધામાં સૌથી ક્લાસિક અને અટ્રેક્ટિવ બ્લેઝર લેવું જોઈએ. કારણ કે ફેશન બદલતી રહે છે. એટલે શોપ પર જઈને સ્ટાઈલની જોતા જોતા જ નક્કી કરી લો કે કેવું બ્લેઝર લેવું છે. પ્રસંગને અનુરુપ બ્લેઝર લેવું જોઈએ. આ સિવાય ઓફિસની મિટિંગમાં પહેરવાનું હોય તો તેનો કલર્સ ખૂબ જ મેટર કરે છે.સ્લીવબ્લેઝર ખરીદતી વખતે તેની સ્લીવ ખાસ ચેક કરવી જોઈએ. સ્લીવ લાંબી કે ટૂંકી ન હોવી જોઈએ. સ્લીવ ચેક કરવાની બેસ્ટ રીત છે કે, ટીશર્ટ પર તે બ્લેઝર પહેરવામાં આવે. એટલે કે બ્લેઝર ખરીદવા જાવ ત્યારે ટીશર્ટ પહેરવું જોઈએ. હા. આ ટીશર્ટ પણ એટલું સ્કીન ટાઈટ ન હોવું જોઈએ. જો બ્લેઝરની સ્લીવ હથેળીની શરુઆત થાય છે ત્યાં સુધી પહોંચતી હોય તો આ બ્લેઝર તમારા માટે પર્ફેક્ટ નથી. સ્લીવ અંદરથી બિલકુલ ખેંચાવી ન જોઈએે.બોડી ટાઈપબ્લેઝર તમારા બોડી ટાઈપને પણ અસર કરે છે. આ માટે ઊંચાઈ, બોડી ફિટીંગ, બાંધો અને પાછળનો આકાર ખૂબ અસર કરે છે. થોડું બોડી ધરાવતા અને પીઠનો આકાર વી શેપ ધરવતા લોકોને બ્લેઝર એકદમ બેસ્ટ લાગે છે. હાઈટ ઓછી હોય તો બ્લેઝરની સાઈઝ બે વખત ચેક કરી લેવી. આ સિવાય બ્લેઝર થોડા સ્ટાઈલીશ લેવા જોઈએ. કારણ કે તે લુકને અસર કરે છે. એકદમ પેટન્ટવાળા કે ફંકી બ્લેઝર કરતા સિંગલ કલર અને લાઈનિંગ કોર્નર બ્લેઝર સૌથી વધુ ટ્રેન્ડી હોય છે.
બ્લેઝર ખરીદવાનો વિચાર હોય તો આ વાત જાણી લો, જરુર ફાયદો થશે
RELATED ARTICLES