ભરૂચના મકતમપુર બોરભાઠાબેટમાં
૧૦ રૂપિયાની માંગણી મુદ્દે પાડોશીએ પાડોશીની હત્યા કરી..
સતપાલ રાઠોડે ૧૦ રૂપિયાની માગણી કરતા ઉશ્કેરાયેલા દેવન વસાવાએ કુહાડી મારી હત્યા કરી..
ભરૂચના મકતમપુર બોરભાઠાબેટમાં પાડોશી એક પાડોશી પાસે રૂપિયા ૧૦ની માગણી કરતા ઉશ્કેરાયેલા પાડોશીએ પાડોશીને માથાના ભાગે કુહાડીના ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના મકતમપુર બોરભાઠાબેટમાં સતપાલ સમસેરસિંગ રાઠોડનાએ પાડોશીમાં રહેતા દેવનભાઇ ટીનાભાઇ વસાવા પાસે દસ રૂપિયા ઉછીના માગ્યા હતા પરંતુ ઉશ્કેરાયેલા દેવન વસાવાએ નજીકમાં રહેલી કુહાડી સતપાલ રાઠોડના માથામાં મારી દેતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેને લોહીલુહાણ અવસ્થામાં તેની પત્ની ગંગાબેન રાઠોડ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબી હોય મરણ જાહેર કરતાં શોકનુ મોજું ફરી વળીયુ હતું
સમગ્ર ઘટનાની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનું પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હુમલાખોર દેવનભાઈ ટીનાભાઇ વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે